આજે લોકડાઉન બાદ કારીગરોની દશામાં નવું જોયું. વાળ કપાવું છું એ હેર ડ્રેસર હું બે મહિના પહેલાં ગયો ત્યારે કપડું દરેકનું ડીસ્પોઝેબલ ને એવું કરતો પણ માણસ રાખ્યો હતો. આજે પોતે દુકાન વાળી, ડસ્ટબીન માં પગ પર મોજુ પહેરી કાગળ ના ડૂચા દબાવ્યા ને પોતે ફેંકવા ગયો ને પોતે જ અરીસા સાફ ને વાળ કાપવાનું કરતો હતો. કહે વાળ કાપવા ટ્રેઇન્ડ માણસ લોકડાઉન પછી આવ્યો જ નહીં અને અનસ્કીલ્ડ હતો એ બીજે ચાલ્યો ગયો. બધું પોતે કરતો હતો. કહે ઉલ્ટા લોકડાઉન પછી લેબર જે તે ધંધામાં સ્કીલ્ડ હોય તે પૈસા પહેલાંથી દોઢા બમણા માંગે છે ને આવક અર્ધી થઈ ગઈ છે. પોતેજ કરવું પડે બધું એવું છે.