Gujarati Quote in Poem by Dr Mehta Mansi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાને તું મારી સપનાની દુનિયામાં આવી જાય છે,
તારી પ્રીત થી મને છલકાવી જાય છે.
તે દરેક પળ તું મારામાં વસતો જાય છે.
સમજ કે તું સપના માંથી મારી દુનિયા બનતો જાય છે.
💗💗💗💗

તારી પ્રીત ની લગન એવી લાગી જાય છે
કે રાત ના ઇંતજાર માં મારું મનડું તરસી જાય છે.
આંખ મીંચતા જ તારો ચહેરો દેખાય છે
શાને તું ફરી મારા સપના ની દુનિયા માં આવી જાય છે.
❣️❣️❣️❣️

હવે તો તારા પ્રેમ માં પાગલ બનતી જાવ છું,
તારા સપના ની દુનિયા માં ખોવાતી જાવ છું,
ક્યારેક તો સપના ની દુનિયા  માંથી બહાર આવ
તારી સાથે જીવવાનો ખ્વાબ સજાવતી જાવ છું.
💘💘💘💘

-Mehta Mansi

Gujarati Poem by Dr Mehta Mansi : 111638652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now