"અમે કરીએ તો કરીએ શું"
જિંદગી નાની ને ઉપાધીઓ જાજી,
અમે કરીએ તો કરીએ શું...?
એક મળે નાની ખુશીઓ ની ક્ષણ ને,
ભેગી આવી વનજાર દુઃખોની,
અમે હંસીએ તો હંસીએ કેમ કરીને...?
ખૂબ જતનથી ઉછેરી આ જિંદગીને અમે,
સજાવ્યા સર્વે અરમાનો ને થયાં ટુકડે ટુકડા,
અમે મોજ કરીયે તો કરીએ કેમ કરીને...?
ખુબ મથ્યાં "મિત્ર" માનવા આ જિંદગીને,
થાક્યા મૃગજળ પાછળ દોડી દોડીને અમે,
પામી ના શકયા કદીએ મૃગજળ સરીખી ખુશીને ...?
જિંદગી નાની ને ઉપાધિઓ જાજી,
અમે કરીએ તો કરીએ શું...?
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏