આ ગઝલ નથી માત્ર વિચાર છે.
#ઠરવું_નહીં
એકની એક જ વાતો નું રટણ કરવું નહીં,
ને કોઈ ભણાવે એમ સતત ભણવું નહીં.
પગ ઠુમરી લેતા હોય તો લેવાદો,
સ્ટેપ બાઈ સ્ટેપ કશુંયે ગણવું નહીં.
હાથ કોરો છે તો સારું છે કે કોરો છે,
મહેંદી ભીને હાથ,નસીબને લણવું નહીં.
તમે તમારી વાત પર મુસ્તાક છો તો છો ભલે,
સાત દરિયા પાર તરીને પાછા ફરવું નહીં.
હો અભરખા જીવવાના તો જીવી લો,
લમણે માથાકૂટ કરીને મરવું નહીં.
પલડો તો મોસમ પણ થરકી જાશે પણ,
ઠરવાની મોસમમાં પાછું ઠરવું નહીં.
-અતીત