સુની શેરીઓ ને સુના રસ્તાઓ,
સુના નગર કેવા જોયા.
નાનકડા વિષાણુના પાપે આ 2020 માં,
કેટલાય સ્વજનો ખોયા.
એટલી અરજ આજ કરીએ પ્રભુને,
2021 તમે સારું મોકલાવજો.
દ્રૌપદીના ચીર પુરવા તમે આવ્યા હતા વ્હાલા,
માનવના માસ્ક હવે હરવા તમે આવજો.
પ્રભુ હવે 2021માં તો તમે જરૂર ખુશીઓ લાવજો.
🙏
- અજ્ઞાત.
-Radhika Goswami