રાતે
એ સ્વપ્નમાં આવશે
એમ વિચારી
હું
સુઈ જાઉં છું
ટૂંટિયું વાળી
એય સુઈ જશે
સ્વપ્નમાં આવતાં પહેલાં
ટૂંટિયું વાળી
ઝાંપામાં
પરાળમાં
કૂતરાં સુઈ જાય એમ
કૂતરિયો ખાર
આંખમાં રાખી
હવે લાગે છે
મારે સુઈ જવું જોઈએ.
આંખ મીંચી
દિલ પર હળવું દબાણ આપી
ગરમ ગરમ શ્વાસોને વહેતા કરી
ટૂંટિયું વાળી.
-અતીત