કાદવમાંથી કમળ ચૂંટી લાવ્યો છું,
તળાવમાંથી ગુલાબી સુગંધ લાવ્યો છું.
અવનિ પર પૂનમ ચાંદને લાવ્યો છું,
પ્રશાંત મહાસાગરમાંથી હીરો લાવ્યો છું.
સાહીલ કિનારે પગમાં પાયલ લાવ્યો છું,
શબ્દોની અનમોલ રુમઝુમ કવિતા લાવ્યો છું.
ઉષાએ રવિરાજ ઉગમણો ભલે ઉગે,
ક્ષિતિજે સંધ્યાકાળે અબીલ ગુલાલ લાવ્યો છું.
ભાગ્ય રેખામાં મહોબતની મંઝિલ ભલેનાં હોય,
અઝીઝ તો આગ્રાથી તાજ મહેલ લાવ્યો છે.
ભાટી એન અઝીઝ
31/12/20