"રંગ"
રંગ શબ્દ સાંભળતાની સાથે આંખ સામે અનેક રંગો છવાઈ જાય છે. દરેક રંગને પોતાનું અસ્તિત્વ. પોતાની અલગ વિશેષતા. છતાં પણ જ્યારે દરેક રંગ પોતાના અહમનો ત્યાગ કરે છે ત્યારે જ મેઘ ધનુષ્ય નું સુંદર સર્જન થાય છે. આવું જ પ્રેમનું છે .જ્યારે સ્વયંને ઓગાળી અહમ નો ત્યાગ કરી શકીએ, સ્વયંને સંપૂર્ણપણે સમર્પિત કરી શકીએ અને એ પણ નફા ખોટ નો હિસાબ રાખ્યા વગર, ત્યારે જ પ્રેમરૂપી ગંગાનું રસપાન કરી જીવનમાં સપ્તરંગી રંગોનું મેઘ ધનુષ્ય સર્જન કરી શકીએ છીએ.
જય શ્રી રાધે કૃષ્ણ 🙏