"બિતે લમ્હે "
જમાનો થયો, એ જમાના ને શું યાદ કરૂં?,
ભૂલી ગયેલી વાતોને શું કામ યાદ કરૂં!,
યાદ રહેશે આ વર્ષ ૨૦૨૦ પણ,
કોરોના ની પરેશાની ને ભયનો,
એ લોકડાઉન ને કરફ્યુના દિવસો,
સાવચેતી રાખતા જીવનમાં,
કટોકટીમાં કેવું જીવન જીવવું?,
ને કરકસર પણ જીવનમાં કરવી,
ઓછા સાધનો એ સાદુ જીવન,
ટીવી, પુસ્તકો અને ઓનલાઇન વાંચન,
કેવું સરસ રીતે જીવાયું?,
સોશ્યલ ડિસ્ટન્સ ને માસ્ક,
હેન્ડ વોશ ને સેનેટાઈઝ પણ,
સજાગતા અને સભાનતા,
નવું શીખ્યા આ વર્ષે...!..
@કૌશિક દવે
-Kaushik Dave