2020, તું યાદગાર વરસ બનીને ચાલી ગયું...
વિદાય તારી, વસમી નહીં પણ, વ્હાલી છે, તું એ બતાવી ગયું,
સૌનાં દિલમાં ધિક્કાર ની ભાવના, તારા માટે, તું જગાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
સો વરસોમાં પહેલીવાર, તારી જાત,બતાવી ગયું,
આખા જગતમાં, ભારે ઉત્પાત મચાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
બધાંય તહેવારોની ઉજવણી, તું ભુલાવી ગયું,
ખુદની સાથે યાદગાર એક, પ્રવાસ કરાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
દુનિયાને, ઘરનાં એક, ઓરડામાં સમાવી ગયું,
આખા જગતને, તારી મુઠ્ઠી ની ભીંસમાં દબાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
કુટુંબની વ્યાખ્યા, વળી નવી શીખવાડી ગયું,
પ્રિયજનો ને, આપ્તજનો નો, સાથ છોડાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
એકલતાની મિત્રતાનું, મહત્વ સમજાવી ગયુ
સંબંધો, આંગળીનાં ટેરવે, નિભાવતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
જીવનમાં સ્વચ્છતા ની જરુરીયાત, બતાવી ગયું,
અસ્વચ્છતા મનની, દુર કરતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
ઓછી જરુરીયાતોથી, જીવતાં શીખવાડી ગયું,
એક વિષાણુ, જનજીવનને છિન્ન ભિન્ન, કરી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
માનવજીવનને નવાં, મૂલ્યો શીખવાડી ગયું,
આત્મનિર્ભર રહેતાં સૌને, શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
ચહેરાની સુંદરતા ને, માસ્કથી ઢાંકી ગયું,
આંખોની ભાષા, બોલતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
ચાર દીવાલોની વચ્ચે, મનુષ્યને, કેદમાં રહેતાં શિખવાડી ગયું,
પ્રાણીઓ અને પક્ષીઓ ને, મુક્ત વિહાર કરાવી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!
પારકાં અને પોતાનાં, સૌને રડાવી ગયું,
“ચાહત” સૌને મનની, કરતાં શીખવાડી ગયું,
2020, તું યાદગાર વરસ, બનીને ચાલી ગયું!!
💕ચાહત💕