સમજણ નુ છાણુ માથે લીધું
અહમ કેરી આગ ચાંપી
છાણુ તો મે કાળુ કીધું...
પારકા ને પોતાનુ કીધું..
મન મારુ મે ઘેલુ કીધું..
પોતાના એ જ મન હરી લીધું
જીંદગી નું મે અમૃત પીધું...
દિવસ ઉપર દિવસ ગયા ને...
હરપળ જીવન નું પાનું બીજું...
દુઃખી હૃદય ને છાનુ કીધુ...
સુખી સમજણ નુ પીણુ પીધું...
કેહવુ નથી મારે કાંઈ બીજું...
કેહવાય એટલું મે લેખી દીધુ.
○વિમલ મિસ્ત્રી.