*_શું આ પ્રેમ છે...?_*
*ચાંદની ચાંદનીમાં,*
*અજવાળી રાત્રીમાં,*
*ઠંડક જે પ્રસરાય શું આ પ્રેમ છે...?*
*વસંત ની મૌસમમાં,*
*આંબાની ડાળીએ,*
*કોયલ જો ટહુકાય શું આ પ્રેમ છે...?*
*શ્યામની એ વાંસળીએ,*
*ગોપીઓનાં સાથમાં,*
*રાધા જો મલકાય શું આ પ્રેમ છે...?*
*ખુલ્લા મેદાનમાં,*
*રમતા એ ઘાસ પર,*
*પવન જો લહેરાય શું આ પ્રેમ છે...?*
*મધરાતની રાતમાં,*
*જામેલ એ ઉંઘમાં,*
*સપનાં તુજ વર્તાય શું આ પ્રેમ છે...?*
-Mohit Dudhiya