દાસીજીવણ સાહેબની વાણી...૩૭
🍀🍀🍀🍀🍀🍀🍀
બંગલા બેશ બન્યા હદ લેશ
વામે સાહેબજી બોલે
પાંચ તત્વકી ઈંટ બનાઈ,તીન ગુનકા ગારા
પચીસ પ્રકારકી પુરણી પુરાઈ,રેને વાલા ન્યારા
આ કાયામાં દસ દરવાજા,બીચ પવનકા થંભા
આવત જાવત કછુ ન દેખયા, ઓહી બડા અચમભા
ઇંગલા પિંગલાં સુખમન નારી,તીનું તાર મિલાયા
નૂરતે સુરતે ગાવન લાગી,રાગ છત્રીસે લાયા
પુરા ગુરુ પુરુષોત્તમ મળિયા,ભીમ ભેદ બતાયા
દાસીજીવણ કે ભીમના ચરણા,ખોજ ખબર કર પાયા.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻