Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉રક્ત માંગે રાજનીતિ👈

ભારતની રાજનીતિમાં જ્યારે સિંહાસન પામવાની ઘેલસા જાગે છે ત્યારે આ ધરા નિર્દોષના રક્તથી રંગાય જાય છે . 1971માં બાંગ્લાદેશ , 1962માં ચીન યુદ્ધ સમયે નેફા પ્રદેશમાં થયેલ ઓચિંતો હુમલો અને ભારત સરકાર ન આવી અને બગાવતની આગ ત્યાંના યુવાનોમાં લાગી ગઈ . જે આજે પણ આપણે અરુણાચલ અને છત્તીસગઢમાં ભોગવી છીએ .

1984માં થયેલ શીખ રમખાણ , 2002માં ગુજરાત માં ટ્રેન સળગી અને પછી બનેલા બનાવ , બાબરી 1992 માં પડી અને અનેક લોકો મૃત્યુ ને ભેટ્યા . 1975 ની ઇમરજન્સી . હાલમાં ચાલી રહેલ કાશ્મીરની ઘાટીમાં રક્તપાત . આ તમામના તાર એકકેન પ્રકારે રાજનીતિ અને ખુરસીકરણ સુધી જોડાયેલ છે .

કોઈપણ જાતિવાદ કે કોમવાદના રમખાણ અને પલાયન પાછળ રાજનીતિની મુખ્ય ભૂમિકા રહી છે . જેટલા પણ રમખાણ થયા એમાં મુખ્ય સૂત્રધારને કેટલી સજા થઈ ? એક પણ નામ નહિ આવે . ફક્ત એમના પાયદલિયા જ જેલમાં સડી રહ્યા છે .

આ વાત એટલા માટે લખી રહ્યો છું કારણ કે ચૂંટણી નજીક છે અને પહેલા મહિનામાં રામ મંદિરનું પરિણામ છે . અને તકવાદી કુતરાઓ ભોકવાનું ચાલી દેશે . પણ દેશની સાર્વભૌમત્વ ને ટકાવી રાખવાની અને શાંતિ રાખવા ની જવાબદારી આપણી છે . આવતો સમય આપના દેશપ્રેમની એક અગ્નિપરીક્ષા છે . આપણી સમજશક્તિ કેટલી છે એ આ જાડી ચામડીવાળા નીચ અને હીન નેતાઓને બતાવી દેજો .

દેશમાં અરાજકતા , ફેલાવી પ્રજાને ગુમરાહ કરવાની એની આદત બની ચુકી છે . ત્યારે આપણી સામે ચેલેન્જ છે . આ દેશને અંદરથી મજબૂત કરવાની . દેશને ટકાવી રાખવાની . દેશને વિશ્વ ફલક પર મહા સત્તા બનાવવાની . જે ભી પરિણામ આવે એનો સ્વીકાર કરી . ભાઈચારો અખંડ રાખજો . ધ્યાન રાખજો ખુરસીના કીડા દેશની એકતા ને કોતરીને જર્જરિત ન કરી નાખે .

જાગો અને જાતિવાદ , કોમવાદ ની ગટર માંથી બહાર આવી . પોતાના આત્માને પૂછો કે નેતાઓના આદેશ મોટા છે કે દેશ ધર્મના મિનારા . પોતાની જાતને ગુલામ ન બનાવો કોઈ વાહિયાત વિચારધારાના કે શૈતાની શક્તિના . આજ સુધી એકપણ નેતાનું ઘર દંગામાં સળગ્યું નથી . જે સળગ્યા એ નિર્દોષ લોકોના ઝુંપડા હતા . તમારા આકાઓના ઘર સલામત રાખવા માટે તમે તમારા જ ભાઈઓના ઝુંપડાને આગ ન ચાંપતા . રાજનીતિ આજે છે અને કાલે નથી પણ આ દેશ કાયમ છે . અને તમારી નસલ પણ કાયમ છે .

ભાવિ પેઢી તમારા નામનું ગૌરવ લઈ શકે . અને કોલર ઉંચા કરી તમારું નામ લઈ શકે . એવું ન બને કે તમારી જ પેઢી ક્યારેય તમને માફ ન કરે . તમે એના માટે કેવું ભવિષ્ય આઓઈ ને જશો એ તમારા પર નિર્ભર છે . ખૈર , લોકો સમજદાર થતા જાય છે અને આ વાત સમજી ગયા હશે એવી આશા રાખું છું .

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111633652
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now