ભલે ઠોકરો ખાધી હોય તે
એકવાર ઊભો થઈ તો જો
નિરાશા ની અંધારી રાત્રિ ભલે ને ભયાનક હોય
એકવાર આંખો ખોલી આશા નું કિરણ તો જો
જવાબદારીઓ થી મુંજાય છે શા માટે
એકવાર હિંમત થી ઉપાડી તો જો
ભલે તે પીધા હોય તે જીદગી ના કડવા ઘૂંટડા
મારા પર ના વિશ્વાસ નો એક સ્વાદ તો ચાખી જો
ભલે તું અર્જુન રૂપી જંખવાયેલો ને મૂંઝાયેલો હોય
એકવાર તારા માં બેઠેલો હું (કૃષ્ણ) બની ને તો જો.
- બ્રિજ રાજ
( ગીતા જયંતી 2021)
-Brijesh Mistry