#અછોવાના
આસુંના કેવા અછોવાના કરેલા છે.
રોજ મેં ઝાકળને ફૂલો ધરેલાં છે.
મત્સ્યકો વિંધાય તે પ્હેલાં મરેલાં છે,
ને પછી કો'કન્યકા વિર ને વરેલા છે.
આગ કાયમ એમની અંદર જ સળગે છે,
જેમના ચૂલા જ દિવસોથી ઠરેલા છે.
આપ આ 'માનસ-અહિંસા'જેમને કો'છો,
એ બધા ની આંગળીના નખ વધેલા છે.
એટલે હું સાફ પણ કરતો નથી ફળિયું,
પાંદડાં મારા જ વૃક્ષ ના અહીં ખરેલાં છે
@હરેશ_વડાવિયા