Gujarati Quote in Blog by Jay Gohil

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓપરેશન કહુતા...!!

ભારતનાં ‘ગુજરાતી’ પ્રધાનમંત્રીની એવી ભૂલ જેણે ‘રો’નાં ૩ ઓફિસરનો જીવ લીધો..!

(Reference book: The Kaoboys of RAW by Raw officer B. Raman)

1977 ની આ વાત છે..ત્યારે ભારતના પ્રધાનમંત્રી પદ પર એક ગુજરાતીની પકડ હતી નામ હતું મોરારજી દેસાઈ...આમ તો આ પ્રધાનમંત્રી મજબુત પ્રધાનમંત્રીઓની યાદીમાં આવે પણ મોરારજી એ બડબોલા પ્રધાનમંત્રી તરીકે પણ ઓળખાતા હતા...ભારતે ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વ હેઠળ ૧૯૭૪નું ન્યુક્લિયર પ્રોગ્રામમાં સફળતા મેળવી હતી આઝાદીના ૨૫ વર્ષમાં જ અને હોમીભાભા અને શાસ્ત્રીની દુરંદેશીને લીધે ભારતને આ સફળતા ૨૫ વર્ષમાં જ મળી ગઈ..આ જોઈને અમેરિકા સહીત ઘણાં દેશોની આંખો ફાટેલી હતી...અને ખાસ એ વખતે પાકિસ્તાન અમેરિકાની ગોદડીમાં સુતું હતું...અને ભારતની સફળતાને લીધે ઈર્ષામાં પાકિસ્તાન બળીને ખાખ થઇ ગયું હતું...એટલે પાકિસ્તાન પણ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવશે જ એવી આશંકા આપણી રીસર્ચ અને એનાલિસિસ વિંગ એટલે ‘રો’ને અચૂક હતી..આપણા ગુપ્તચરો પાકિસ્તાનનાં કહુતા વિસ્તારમાં હતા અને પાકિસ્તાન પર બહુ જ કડી નજર રાખી રહ્યા હતા..આપણા ૩ રો ઓફિસરો પાકિસ્તાનમાં એક વાળંદની દુકાન કરીને આ વિસ્તારમાં રહેતા હતા અને દુનિયાને બતાવા માટે સબૂતો એકઠા કરતા હતા..પાકિસ્તાનનાં ન્યુક્લિયર વૈજ્ઞાનિકો આ દુકાનમાં વાળ કાપવા માટે આવતા અને જાબાઝ રો ઓફિસરો એમના વાળનું નિરીક્ષણ કરતાં..એમાં રો ઓફિસરોને એ વાળમાંથી ન્યુક્લિયર બોમ્બ માટે ઉપયોગમાં લેવાતા યુરેનિયમ મળી આવ્યા..અને આ રો ઓફિસરોએ જેમ તેમ કરીને આ વાળના ટુકડાઓ ભારત સુધી પહોચાડ્યા...! વર્ષોથી ભારતનો રો ડીરેક્ટર રોજ સવારે માત્ર ભારતના પ્રધાનમંત્રીને બ્રીફ કરે છે અને આ પ્રથા આજે પણ ચાલુ છે.. એ વખતના રો ઓફિસરે સવારે મોરારજી દેસાઈને બ્રીફ કરવા માટે આવ્યા અને પાકિસ્તાનનાં આ ન્યુક્લિયર પ્રોગ્રામ વિષે મહિતી આપી અને સબુત સોંપ્યા...પણ મોરારજી એક એવા પ્રધાનમંત્રી હતા જે માનતા હતા કે રો પાછળ કે આઈ.બી પાછળ ભારત ખોટો ખર્ચો કરી રહ્યું છે અને એમની આ વૃતિને લીધે એમણે રો ની આ વાત તેમણે કાન બહાર કાઢી દીધી અને કઈ કાર્યવાહી કરી નહિ કે પાકિસ્તાનનાં આ સબુત દુનિયા સામે રાખ્યા નહિ...એટલું જ નહિ એ વખતનાં પાકિસ્તાનનાં પ્રધાનમંત્રીને એમના બડબોલા સ્વભાવને કારણે ફોન પર એમજ એમજ હસતાં હસતાં કહી દીધું કે મને બધી ખબર છે પાકિસ્તાન ન્યુક્લિયર પ્રોગ્રામ ચલાવી રહ્યું છે અને આ વિસ્તારમાં ચલાવી રહ્યું છે...આટલી ખબર પડતાં પાકિસ્તાને આપણા રો ઓફિસરોને શોધીને હત્યા કરી નાખી...અને એક પ્રધાનમંત્રીનાં બડબોલા સ્વભાવને કારણે ૩ રો ઓફિસર નિર્દોષ મરી ગયા..!!

Gujarati Blog by Jay Gohil : 111632426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now