નિષ્ફળતાને વ્યક્તિ કઈ રીતે પચાવે છે એ એનું સાચું વ્યક્તિત્વ છે.
આજે આપણા બધા માંજ નિષ્ફળતાને પચાવવાની તાકાત નથી. દરેક વ્યક્તિ દરેક વખતે એમ જ ઈચ્છા રાખે છે મને હંમેશા સફળતા જ મળે. જો ક્યારેય પણ એને નિષ્ફળતા મળે તો એ હતાશ થઈ જાય છે.નિરાશ થઈ જાય છે અને જે કાર્ય કરતો હોય એ કાર્ય કરવાનું છોડી દે છે.
પણ મિત્રો એક વાર મળેલી નિષ્ફળતાથી ક્યારેય હાર ના માનવી.એક ઉદાહરણ આપુ,આપણા ક્રિકેટરોને હંમેશા સફળતા નથી મળતી. પણ સફળતા નાં મળવાથી તેઓ કઈ રમવાનું નથી છોડી દેતા.એવી જ રીતે આપણે પણ નિષ્ફળતા મળતા હારી ન જવું જોઈએ. હંમેશા પ્રયત્ન કરતા રહેવુ જોઈએ.એક વાર મળેલી નિષ્ફળતાને કારણે જીવનમાં હારી ને બેસી જવું એ કાયરતાની નિશાની છે.
નિષ્ફળતાને જો સકારાત્મક રીતે લેશો તો સફળતા અવશ્ય મળશે.કેમ કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે.હંમેશા આપણે બાળકોને પણ જીત હાસિલ કરતા જ શીખવીએ છીયે.પણ જીત ની જોડે જોડે બાળક ને હાર ને પચાવતા પણ શીખવવું જોઈએ.
અહિની આપણે વાત કરીએ તો જ્યારે એક લેખક લેખનની શરૂઆત કરે છે.ત્યારે એનાં મનમાં ઘણી બધી આશાઓ હોય છે.પણ કેટલીક આપણે ધારીએ એ પ્રમાણે ન પણ થાય તો આવા સમયે તમે એ મળેલી નિષ્ફળતાને કઈ રીતે પચાવો છો એ પોતાની ઉપર આધાર રાખે છે.જો તમે મળેલી નિષ્ફળતાને સકારાત્મક રીતે અપનાવશો તો ખૂબ જ આગળ નીકળશો અને જો તમે એને નકારાત્મક રીતે અપનાવશો તો પાછળ જ પડશો.
એટલે મળેલી નિષ્ફળતાને હંમેશા પચવતા શીખવું જોઈએ.