(ખલિલ સરની જમી પર લખાયેલી ગઝલ)
પ્રથા તોડી મરોડીને, તને મળવા નહીં આવું,
વ્યથાની વાત જોડીને, તને મળવા નહીં આવું.
કદર મારા હૃદયની તેં કદી પણ ક્યાં કરી વ્હાલી?
સ્વમાની તાજ તોડીને તને મળવા નહીં આવું.
પ્રણયની રાહ કાંટાળી હતી, તો પણ,સતત ચાલ્યો,
હવે લજ્જા વછોડીને, તને મળવા નહીં આવું.
અટૂલો રાહમાં મૂકી જતાં સ્હેજે વિચાર્યુ તેં?
સખી, સામેથી દોડીને તને મળવા નહીં આવું.
મને બદનામ કરવામાં કસર રાખી હતી સ્હેજે?
"કસક" હાલત કફોડી ને, તને મળવા નહીં આવું.
-સંદીપ પટેલ"કસક"