સતાર બાપુ ની વાણી
🍒🍒🍒🍒🍒🍒
વહેમ ભુલી પ્રેમમાં ભરપૂર થાતો જાવું છું,
સત્ય અહીસક શસ્ત્રધારી શુર થાતો જાવું છું,ટેક
પ્રેમ પંથે ચાલતા આત્મા બને પરમાત્મા એ વિચારે વહેમ થી દુર થાતો જાવું છું, વહેમ ભુલી,
પ્રેમ મહીં થઈ ને પ્રભુ ના નામ માં માળા જપુ ભક્તના ઉપનામ થી મશહૂર થાતો જાવું છું, વહેમ ભુલી,
એક સતના નુરથી આ વિશ્ર્વની ઉત્પત્તિ નુરમા લઇ થાવું છું નુર થાતો જાવું છું, વહેમ ભુલી,
છે અમીમય આંખડી મારા સતગુરુ ની સતારશા એમની નજરોમાં મંજુર થાતો જાવું છું, વહેમ ભુલી પ્રેમમાં ભરપૂર થાતો જાવું છું,
🌲🥀🌲🥀🌲🥀
સતગુરુ ચરણમાં વંદન
🙏🙏👣👣🙏🙏