એમ તો શી રીતે કહું કે હું તને
ને માત્ર તને જ ચાહું છું?
એમ તો શી રીતે કહું કે હું તને
ને માત્ર તને જ વિચારું છું?
એમ પણ નહીં કહું કે હું તારી
ને માત્ર તારી જ છું.
એમ પણ નહીં કહું કે હું તારી
સહધર્મચારિણી છું.
એમ કહી ન શકું કે હું
તારા પ્રત્યે પૂર્ણ વફાદાર છું.
એમ પણ ન કહી શકું કે હું
આજીવન તને સમર્પિત રહેવાની છું.
એમ તો કશા વચન નહીં અપાય.
એમ તને કયાંથી બાંધી શકાય?
એમ ભીતર કરું તારો અનુભવ
પણ તારી ભીતર કેમ વ્યાપી શકાય !
આમાંનું કશુંજ, કશું જ ન કહી શકાય
પણ...
હાલ, આ ઘડીએ, આ ઘડીનો મદ રહે ત્યાં સુધી
એટલું તો કહી જ શકાય કે,
હું 'તને' ચાહું છું.
©અનુ.
ऐसा तो कैसे कह दूँ कि मैं तुम्हें
और सिर्फ तुम्हें चाहती हूँ?
ऐसा तो कैसे कह दूँ कि मैं तुम्हें
और सिर्फ तुम्हें सोचती हूँ?
ऐसा भी नहीं कहूंगी कि मैं तुम्हारी
और सिर्फ तुम्हारी हूँ |
ऐसा भी न कहूंगी कि मैं तुम्हारी
सहधर्मचारिणी हूँ |
ऐसा नहीं कह सकती कि मैं
तुमसे पूर्ण वफादार हूँ |
ऐसा भी नहीं कह सकती कि मैं
उमर भर के लिये तुम्हें समर्पित हूँ |
ऐसा कोई वचन मैं दे नहीं सकती |
सच भी है कि मैं तुम्हें बाँध नहीं सकती |
भीतर कितना भी महसूस कर लूं तुम्हें,
तुम्हारे भीतर अपने आप मैं बस नहीं सकती |
इन सब बातों में से कुछ भी, रत्ती भर भी मैं नहीं कह सकती,
लेकिन...
आज, अब, इस पल, इस पल का नशा न उतरे तब तक ;
इतना तो मैं कह ही सकती हूँ कि मैं
'तुमसे' प्यार करती हूँ |
©अनु.