Gujarati Quote in Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુગમ સંગીતના
ભીષ્મ પિતામહ
શ્રી જયદેવભાઈ ભોજક નું સ્વરલોક ગમન.
ભાવનગર સ્ટેટ ના રાજ ગાયક શ્રીયુત વાસુદેવભાઈ દલસુખરામ ભોજક ના જ્યેષ્ઠ પુત્ર ભાવનગરના રાજવી કુટુંબના કલાગુરુ અને ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી વડોદરા કેન્દ્રના મ્યુઝિક પ્રોડ્યુસર મુ. શ્રી જયદેવભાઈ ભોજક નું ૯૧ વર્ષની જૈફ વયે ગુજરાતી સુગમ સંગીતનો આ ધ્રુવ તારો ખરી પડતા કલાજગત રાંક બન્યું છે, સુગમ સંગીતને લોકોના ઘરે ઘરે ગુંજતું કરવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. જે સમયે રેડીયો ઘરમાં હોવો અને રેડિયો કળાકાર હોવું એ ગૌરવશાળી બાબત ગણાતી તે સમયે ભાવનગર ના ત્રણ કોહીનૂર રત્નો આકાશવાણી રેડિયો કેન્દ્ર પર મોભા નાં સ્થાન પર બિરાજમાન હતા, અમદાવાદ કેન્દ્ર પર શ્રી રસિક લાલ ભોજક, રાજકોટ કેન્દ્ર પર શ્રીઉપેન્દ્ર ભાઈ ત્રિવેદી અને આકાશવાણી વડોદરા કેન્દ્ર પર મ્યુઝિક પ્રોડ્યુસર તરીકે શ્રી જયદેવભાઈ ભોજકે નિમણૂકથી નિવૃત્તિ સુધી એક જગ્યા ઉપર સ્થાયી કામ કર્યું જે તેમની લોકપ્રિયતા બતાવે છે, આમ આકાશવાણી કેન્દ્ર પર ભાવનગરના ત્રણ વ્યક્તિઓનો દબદબો હતો,
શ્રી જયદેવભાઈ ની વિશેષતા એ હતી કે તેમણે પાંચ હજારથી વધુ સ્વરાંકનો ભેટ છે, સુગમ સંગીતમાં ભક્તિસંગીત પ્રત્યે તેમનો વિશેષ લગાવ રહ્યો હતો. ૪૦થી વધુ ઓડિયો સીડી ના આલ્બમ તેમને બહાર પાડ્યા હતા. સંગીત ના લેખો અને ૧૫થી વધુ સંગીત પુસ્તકોનું લેખન કર્યું હતું. જેમાં આનંદઘન
પદ માલા દક્ષિણ ભારતીય કર્ણાટક સંગીત નો પરિચય સંગીત વિશે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો અને જવાબ, ગુજરાતમાં સુગમ સંગીતની ઉત્ક્રાંતિ ગ્રંથ શિરમોર છે.આકાશવાણીમાં તેમણે રામ રક્ષા સ્તોત્ર,નર્મદાષ્ટક, ગંગાઅષ્ટક, દયારામ ની ગરબીઓ ,જૈન સ્તવનો, મીરાબાઈ ના ભજનો, ભાલણના પદો મુખ્ય રહ્યાં. તેઓ સોનગઢ ગુરુકુળ તથા દક્ષિણામૂર્તિ વિદ્યાલય ના વિદ્યાર્થી હતા ભાવનગર ની શામળદાસ કોલેજ મા હિસ્ટ્રી વિષય સાથે ગ્રેજ્યુએટ થયા હતા. ચિત્રકલા ,શિલ્પકલા તેમના ચહિતા વિષય હતા, ભાવનગર ના આંતરરાષ્ટ્રીય ફલકપર નામ રોશન કરનાર ચિત્રકાર સ્વ. સોમાલાલ શાહ તેમના ચિત્ર વિષય ના ગુરુ હતા, એ સમયે સ્વર્ગસ્થ ખોડીદાસ પરમાર તેમનાં સ્વાધ્યાયી હતા.
શ્રી જયદેવભાઈ ભાવનગરના રાજ પરિવરના કલાગુરુ ઉપરાંત વડોદરાના શ્રીમંત મહારાજા સ્વર્ગીય રણજિતસિંહ ગાયકવાડ તેમના શિષ્ય હતા. સુગમ સંગીતના આ વિશાળ સામ્રાજ્ય ના સ્થાપક નું તા.૦૩-૧૨-૨૦૨૦ ના રોજ સ્વારલોક ગમન થયેલ છે. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી અભ્યર્થના સાથે
🙏🏻કલાજગત.🙏🏻

Gujarati Motivational by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111623155
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now