શું વાત છે આજે મોસમ પુર બહાર ખીલી છે,
જાણે કે કોઈ કે મને મન ભરીને યાદ કર્યો હોય !
શિશિર પણ ઠુંઠવાતા ઠંડા પવનો સાથે ઝાડ સાથે અથડાતા કરે છે,
મારું પણ એવું, આ ઠુંઠવાતાં ઠંડા પવનો સાથે હુ પણ કોઈક ના વિચારોમાં અથડાયા કુટાયા કરું છું.
નભમાં ઊડતાં પક્ષિઓ પણ પોતાની જોડી સાથે મસ્ત આમ - તેમ ફર્યા કરે છે,
શું વાત છે આજે મોસમ પુર બહાર ખીલી છે.
લાગે છે કે મોસમને પણ એમનો રંગ લાગ્યો છે
એટલે જ તો !
એ પણ મને આમ, રઘવાયો કરીને મૂકી દે છે.
એમનો રંગ પણ આ " હરેશ " ને ના લાગ્યો,
કાશ !! કુદરત ના પ્રેમનો રંગ પણ લાગી જાય તો સારું.
- હરેશ ચાવડા