યમદૂત ને કોઈ કહી દો....
યમદૂત ને કોઈ કહી દો કે તારે લેવા આવવાની મુજ ને જરૂર નથી,
મૌત આવે તે પહેલા જ આવી જઈશ, તારે જીન્દગી માગવાની જરૂર નથી.
ચાર ખાન્ધા ઊપર ચડી કોઈ ટેકા ની મુજ ને જરૂર નથી,
બે પગે ચાલી ને આવી જઈશ, તારે થાકવાની જરૂર નથી.
ખીલેલા ચમન ના ફૂલો ની કે ચંદન ના હાર ની મુજ ને જરૂર નથી,
ફકત એક મહેકતુ ગુલાબ નુ ફૂલ લઇ નવાબ ની જેમ આવી જઈશ,
તારા થી ડરવાની મુજ ને જરૂર નથી.
ચિતા ની સળગતી જ્વાળા ની ટોચ પર દ્યાન થી નજર કરજો જરૂર,
સિંહાસન પર બેસી આસમાન માં હું આવી જઈશ, તારા આખલા ની મુજ ને જરૂર નથી....
જયવંતભાઈ બગડીયા "કવિરાજ"