મારે ક્યાં કોઈ વૈભવી ઇમારત ચણવી હતી,
મનની ઈચ્છાઓ હતી એ પૂર્ણ કરવી હતી.
ઈશ્વરના દરબારમાં ક્યાં કોઈની ખોટ હતી,
ભક્તિ વગર ઈશ્વરને પામવાની ઈચ્છા પૂર્ણ કરવી હતી.
સેવાઓ થકી ખ્યાતિ પ્રાપ્ત કરવાની નેમ હતી,
ઈશ્વર ભક્તિની આડમાં પોતાની ઈચ્છા પૂર્ણ કરવી હતી.
ભૌતિક સુવિધાઓ અને સુખ સગવડો અપાર હતી,
દિલમાં સેવા નહીં પરંતુ પોતાની ઈચ્છા પૂર્ણ કરવી હતી.
-સ્મિત