માઈક્રોફિકશન
બસમાં ઊભી રહેલી દિવ્યાંગનાને જોઈને દયાભરી નજરે નિહાળી રહેલા મુસાફરોમાંથી એક મનોજભાઈ એ ઊભા થઈને નીરજાને બેસવા ઈશારો કર્યો.
બેઠેલી દિવ્યાંગનાને તેની બાજુમાં બેઠેલા મુસાફરનાં ‘અજાણતા’ સ્પર્શતા હાથ/પગ અને ચોક્કસ રીતે સ્પર્શવા મથતી તેની આંગળીઓને દિવ્યાંગના એ જોરદાર થપ્પડ થી અટકાવી દીધી.
મનોજભાઈ અને બીજા મુસાફરો સમજી ગયા કે વાસ્તવમાં વિકલાંગ કોણ છે? શારીરિક ક્ષતિ કરતાં મોટી વિકલાંગતા કોઈ ની મનોવિકૃતિ છે.
- વર્લ્ડ વિકલાંગતા દિવસ અન્વયે