ક્ષણ ક્ષણનાં વિરહમાં છે વેદનાં,
વેદનાએ અશ્રુઓનો ધોધ વ્હાવ્યો.
વિરહની વેદનાં જ અંતરાત્મા તડપાવે,
અશ્રુઓનાં બવંડર રચાય, નેણ અશ્રુભીના.
ખાલી ખાલી દિલમાં, વિરહ લે છે ભરડો,
રાતના સન્નાટામાં, અશ્રુ વિરહના ખાળી ન શકે.
વિરહની વેદનામાં સાચો પ્રેમ કસોટી કરે,
નહીંતો ખાલી પ્રેમ કરનારા ઘણાં મળે,
અશ્રુ વિરહની વેદનાના ઘાયલ હૈયાથી વહે,
દિલ અને આંખને હમેંશા સાથેજ તડપવું પડે.
અશ્રુનો સાથી છે ઓશીકું અને એકલતા,
જો પીતાં અને ગળતા આંસુ આવડે, એ છે કળા.
"અમી""