Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાંથી નકારાત્મક શક્તિઓ તેમજ દેવદોષ, પિતૃદોષ કે વાસ્તુદોષ દૂર કરવા કરો આ ઉપાય

દરેક ઘરમાં સ્થાપિત મંદિરને એક પવિત્ર સ્થાન માનવામાં આવે છે. જ્યારે સવારે અને સાંજે પૂજા થાય છે ત્યારે આપણે અગરબત્તી કરીએ છીએ, આ સિવાય જો ઘરમાં હવન કરવામાં આવે તો તેમાં પણ છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંયે ગાયના છાણમાંથી બનાવાયેલા છાણા સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે. મંદિરમાં તેથી જ ગાયના છાણનો લેપ કરવામાં આવે છે. આજે જાણો વાસ્તુશાસ્ત્રમાં બતાવાયેલા કેટલાંક નિયમો જેનો અમલ કરવાથી ઘર-પરિવારની ખુશીઓમાં વધારો થાય છે એટલું જ નહિ, ઝડપથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

દરરોજ સવારે અને સાંજે સંધ્યાવંદનમાં કપૂરનો ઉપયોગ થાય તે અતિ મહત્વનું છે. જો ઘરમાં ક્યાંય પણ વાસ્તુદોષ હોય તો તે સ્થાનો પર કપૂર મૂકી દેવું જોઈએ. એક એક કપૂરની ગોટી વાસ્તુદોષ દૂર કરી દે છે. રાત્રે સૂતી વખતે પીત્તળના વાસણમાં ઘીમાં પલાયેળું કપૂર મૂકીને તેને સળગાવવું જોઈએ. આમ કરવાથી તાણમૂક્ત ઉંઘ આવે છે.
તો અઠવાડિયામાં એક વાર ઘરમાં છાણામાં પ્રગટાવીને ગુગળ ધૂપ પણ કરવો જોઈએ, આમ કરવાથી ઘરમાં શાંતિ સ્થપાય છે.
રવિવારે ગોળ અને ઘી લગાવીને તેને છાણા પર મૂકી સળગાવવા જોઈએ. આમ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તે મન અને મગજને શાંત કરી દેશે. જ્યાં શાંતિ હોય છે ત્યાં ગૃહકલેશ નથી થતો. ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111618953
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now