" મંજિલે ના પહોંચ્યો કદી હું "
ચાલ્યો ચાલ્યો કેટલું એ ચાલ્યો થાક્યો છું હું હવે બહું,
માર્ગ ને હિંમત ખુટ્યા પણ મંઝિલે ના પોહોચ્યો કદીએ હું.
માર્ગ પણ સાચો હતો ને વળી દિસાય ક્યાં ખોટી હતી..?
તોય કેમ જાણે સતત મંઝિલ ભાગતી રહી મુજથી દૂર.
થાકી હારીને ઘડી બે ઘડી વિસામો ખાવા બેઠો હું,
વિચારું છું મનમાં ને મનમાં કેમ થયું આમ મુજથી...?
પરિશ્રમ તો પૂરતો કર્યો છતાં લક્ષ સુધી પહોંચ્યો ના હું,
તોય કેમ મંઝિલ સતત આમ ભાગતી રહી મુજથી દૂર..?
ઝાંઝવાના જળ જેવી મંઝિલ પામી ના શક્યો કદીએ હું,
મૃગજળ ક્યાં કોઈ ના હાથ લાગ્યું છે તે પામી શકું હું...?
લાગે છે ઈશ્વરે "મિત્ર" ના લેખ લખ્યા ભાગ્ય રહીં ગયું...
સાવ કોરું ને કોરું પછી પામી શકું મંઝિલ કેવી રીતે હું...?
{ ✍️મનિષ કુમાર "મિત્ર" 25,11,2020🙏🙏}