હિરો ખો મા હાથથી.
✍🏻 તિલકદાસ
✨✨✨✨✨✨✨
ખોઇ બેઠો રે બંદા ખાખમા માથે ત્રિવધિ ના તાપ બળે
હિરો ખો મા હાથથી આવૌ અવસર ફરિ પાછો નહિ મળે રે જી
મોતિ પડયૂ મેદાન મા ઓલ્યા મુરખા મુલ એના શું કરે રે જી
મળે હિરાના પારખુ જૌ સત્ગુરુ શાન કરે...
સમજ વિનાના નર કરે સાધના ગુરુબીન જ્ઞાન ન જડે રે જી
પારસમણિ ના પારખા ઍ તો લોઢા ને કંચન કરે...
તરી ઉતરવું પ્રેમથી જેમ જ્ળ નિ માથે જઁહાજ તરે રે જી
કાયા કાચનો કુપ છે માન્હી અમિરસ નીર ઝરે...
કહૅ તિલક્દાસ શૂરા સંગ્રામે મરજીવા મોજુ કરે રે જી
ધારણ બાંધો ધરમ નિ તો નમતે ત્રાજવે તળે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻