યુદ્ધ એજ કલ્યાણ..
આ કળિયુગ માં કોણ કહેશે
પાર્થ હવૅ ચડાવો બાણ
બસ યુદ્ધ એજ કલ્યાણ
ક્યાંથી આવશે શ્રી કૃષ્ણ રૂપી સારથી
કોણ બનશે પાર્થ અધર્મ નું યુદ્ધ લડવા
છે કોરોના રૂપી વિકરાલ રાક્ષસ અહીંયા
બદલ્યા કરે છે એ તો રૂપરંગ એના
ઠીલા પોચા નો આરામ થી કરે શિકાર
થૉડી ગફલત પણ ભારે પડી જાય
રાત દિવસ ખડે પગે કોરોના સામે
લડે છે ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ
કરો કોરોના નો એવો અંતિમ ઉપાય
દુનિયા માંથી લે એતો કાયમ ની વિદાય
બનો તમે ખુદ કૃષ્ણ ને ખુદ પાર્થ
કોરોના સામે યુદ્ધ એજ કલ્યાણ...
હિરેન વોરા
તા 18/11/2020