ધોખો'
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે. આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે. વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
કૃતિકા'નક્ષત્રથી કારતક માસ, મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર, પુષ્ય'થી પોષ વગેરે..
આવી જ રીતે આસો માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હતું.
પરંતુ ચંદ્રના પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શક્યો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો) કર્યો એમ કહી શકીએ.
આથી આજના દિવસે ચાલુ માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ ન થયો. પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય. વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો 'બફર' દિવસ ગણાય.
જેને ધોકો નહીં પણ 'ધોખો' કહેવાય છે.
તિથીની ગણતરી કઈ રીતે થાય છે?
ચંદ્રની પૃથ્વી ફરતે પરિક્રમા 27 દિવસોમાં પુરી થાય છે. તેના એક સરખા ભાગ પાડીએ તો સવાબે દિવસમાં આખું ચક્ર ફરી રહે. જ્યારે પૃથ્વી સૂર્ય ફરતે 24 કલાકમાં ફરી રહે. એ ગતિ નિયમિત છે. તિથીની ગણતરીમાં ચંદ્રથી પૃથ્વીનું અંતર લઈ એક ચંદ્રદિવસ બને. ચંદ્ર થી પૃથ્વી અને પૃથ્વીથી સૂર્યનું અંતર સરખાવીવક તિથિ બને. જો કોઈ ગાડી સમય કરતાં લેઈટ દોડતી હોય તો એના મુકામે મોડી પહોંચે તે રીતે તિથિ બેવડાય અને આપણે જોયું તેમ ચંદ્ર દ્વારા એ સાપેક્ષ અંતર જલ્દી કપાય તો તિથીનો ક્ષય થાય કેમ કે એ સાપેક્ષ અંતર રહે જ નહીં.
આજે ધોખો એટલે દિવાળીની ગાડી જલ્દી પહોંચી ગઈ અને કારતક સુદ એકમ થવા માટે એ સાપેક્ષ અંતર બપોર પછી થયું જે સૂર્યોદય વખતે થવું જોઇએ. એટલે નથી દિવાળીનો દિવસ એક્સ્ટ્રા કે નથી નૂતન વર્ષ નો સંપૂર્ણ ક્ષય. એ અર્ધા દિવસે, ગઈકાલે બપોર પછી જેમ ચૌદશ પતીને અમાસ થઈ એમ આજે બપોર પછી નવી તિથિ.એટલે સૂર્યોદય વખતે નવું વર્ષ નથી તેથી બ્લેન્ક, નીલ અથવા ધોખો તિથિ છે.