આજ મારે આંગણે તું આવજે.
દ્વાર આવી નામથી પોકારજે.
સૂર મારો એટલો પામી જજે,
આરઝૂ છે અંતરે સ્વીકારજે.
દોષ મારા હોય જે તે ભૂલજે,
ઉર અગનને આવતાંને ઠારજે.
ઝંખના મારી રહી છે પામવા,
થૈ સુકાની નાવને બસ તારજે.
હેત તારું હોય હરિવર કેટલું !
અવગુણોને ના પછી ગણકારજે.
( ગાલગાગા2 ગાલગા)
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.