દિવસનો અંત છે સાંજ,
રાત્રિની શરૂઆતનો રસ્તો છે સાંજ,
આમ જુઓ તો રમણીય છે સાંજ,
કોઈને માટે ફરવા જવાનો ઉત્તમ સમય છે સાંજ,
તો કોઈને શું ખાવા મળશે એ પ્રશ્ન લાવે છે સાંજ,
કોઈ મજા માણે છે ડૂબતા સૂર્યની સાંજ,
તો કોઈ વિચારે છે ક્યારે પતશે મારા જીવનની સાંજ,
અને મને મળશે એક નવો ઉજાસ.
- સ્નેહલ જાની
#સુપ્રભાત