Gujarati Quote in Poem by અમી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દોનાં શણગાર આજે ખનકતા નથી,

લાગણીઓના મોજા ઉછળતા નથી,

પ્રેમ નો સાગર અવિરત વહેતો નથી,

આંખોમાં આજે કોઈ શમણાં નથી,

મૌન પાછળ શબ્દોની વણઝાર છે,

કંઠમાં કંઈ અટકીને પડ્યું છે,

હૃદયનો ધબકાર લયમાં નથી,

પગનો થરકાટ થિજ્યો છે આજે,

વાચાની ચટરપટર બંધ છે આજે,

લખવાની કલમ એકલી ચાલે છે આજે,

કેમ કે દિલ ઉદાસ છે આજે...


""અમી""

-અમી

Gujarati Poem by અમી : 111604905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now