*તું માયાનું વિભાજન કર ,*
*શેષ વધે તે ઈશ્વર છે ;*
*આકાર સ્વરૂપ નથી, ગંધ રંગ રૂપ નથી ;*
*વહાલો વ્યાપક સચરાચર છે - ટેક*
*શબ્દમાં છે પણ શબ્દાતીત બાવન બારો ,*
*તત્ત્વ છે એ તત્ત્વ નથી સર્જનહારો ;*
*આદિને અંત છે, સત ચિત આનંદ છે ;*
*અલખ અગમ અગોચર છે
*સર્જન વિસર્જન સાધન છે, જળ સ્થળ સ્વામી ,*
*કર્તા અકર્તા કારણ છે અંતર્યામી ;*
*સનાતન સત્ય છે ક્ષણનું રહસ્ય છે ;*
*વાલાનું નામ નિરંતર છે
*માને તો દૂર છે, સમજે તો તારી પાસે છે ;*
*ગુણમાં ગુણાતીત થઈ બેઠો અક્ષર ધામે ;*
*વેદ કે વેદાંતમાં ખુલ્લા મેદાનમાં ;*
*અનામી નામ વિશ્વંભર છે
*જન્મ મરણ ટળ્યું અભેયપદ પામીને ,*
*પિતા કુંવરરામ ગુરુ મળ્યાં છે સાકીને ;*
*સદગુરુની સાને જડ્યો શબ્દનો સાર ;*
*ત્યારે સમજાયું કોણ પરમેશ્વર છે