સાચા સાધુ અેમ કરી અોળખાય
હરી રસ પીવે ને સૌને પાય
સાગર જેવા દિલડા જેના
કોઈ દી ના છલકાય
ઝેરના ઘુટડા જીરવી જાણે
પછી અમૃત સૌને પાય
છિપલા માંથી છુટા પડી મોતી પારખ પાસે જાય
વિધણુ લઈ અેને વિધી નાખે પછી મુગટમાહી મઢાય
પથરા સંગે હિરો પડયો અેની કિમત ન હંકાય
ઝવેરી અેની માથે ઝુલમ કરે પછી ખમે ઈ ધણના ધાવ
સોના જેવા સુધ સંતો અગ્નિમાં હોરાય
કસોટી ટાણે અોછા ન ઉતરે ને સોયે ટચના સદાય
ગુરૂ પ્રતાપે છેલા કહે છે સંગ અેનો સુખદાય
સતસંગ અાવો સાપડે તો ભાગ્ય રેખા પલટાય
સાચા સાધુ અેમ કરી અોળખાય હરીરસ પીવે ને સૌને પાય
હરહર મહાદેવ