જો મારુ ચાલે ને તો માત્ર તને જ મારી જિંદગી બનાવું,
માત્ર તારા પૂરતી જ મારી આ દુનિયા બનાવું,
તું સાથે તો વસંત, નહીતો પાનખર ,
ધબકારા પણ તારા સાથ સુધીના જ બનાવું,
ભગવાન પણ તું અને મારી દુઆ પણ તને જ બનાવું,
મારી સવાર પણ તું અને સાંજ પણ તને જ બનાવું,
મારા અરમાન પણ તું અને સફળતા પણ તને જ બનાવું,
મારો શ્વાસ પણ તું અને વિશ્વાસ પણ તને જ બનાવું,
મારી આસપાસ પણ તું અને ખાસ પણ તને જ બનાવું,
મારો ઈશ્વર પણ તું અને ઈશ્વરે આપેલ એક મોંઘી ભેટ પણ તને જ બનાવું,
સાચે જો મારુ ચાલે ને તો તને જ મારી જિંદગી બનાવું.
મારા વિશે..
સુંદર આ જિંદગીને વધુ સુંદર બનાવીશ,
ઘણા સપનાઓ છે, સાકાર કરીને જ જંપીશ.!
- અંકિતા ખોખર