મારવો ન હતો તેથી જીવે છે રાવણ,
વિભીક્ષણ જેવા ભાઈ ભેદી થયા,
સીતાને મનના વેગ હરિ ગયા,
સાધુ થઈ આત્મા ભટકે મારી રાવણ,
બ્રહ્મચારી બનવના નાટક અમો કરી ગયા,
ભગવા ધરી મુંડન લઇ સંસાર છોળી ગયા,
કર્મ નિષ્ઠ હતા માવતર તરછોડી બન્યા રાવણ,
મારી અંદર હજી પણ જીવે અમર રાવણ,
રામ બની તમે એને મારવા કેમ ન ગયા,
હનુમાન જાણે લંકા ઉજાળી ગયા,
થઈ જાય પ્રતીતિ હજી જગમાં કેટલા રખડે રાવણ.
પ્રતીતિ