ગૂગલમાં શોધવા નીકળ્યા છે સૌ જ્ઞાન.
આંગળીના એક ટેરવે સઘળો ભંડાર?
છ ઈંચની આ મોબાઈલની એક સ્ક્રીન
શું એમાં જ સમાયો છે આખો સંસાર?
બીજી એક દુનિયા છે સ્ક્રીનની બહાર.
જરા જુઓ તો ખરાં ચશ્માની પેલે પાર!
તું જરા માથું ઊંચું કરીને જો તો ખરા.
"પ્રીત"નો છે અનોખો સંસાર પેલે પાર!
-Pruthvi Gohel