કોઈ નહોતું
વર્ષોની મહેનત પછી વિધિને આજે એની પસંદની નોકરી મળી હતી, તે ખુશ હતી છતાં પણ હતાશ હતું,મોટા શહેરમાં એકલું રેવું કે પછી જમવાની ચિંતા જે પછી અક્લી આવવુ જવું આ કોઈ પણ કારણ તેની હતાશાનું કારણ નહોતું, પરંતુ જ્યારથી તેને આ નોકરી મળી હતી ત્યારથીજ તેનો પરીવાર આ નોકરી માં વાંધા વચક કાઢતો હતો, છતાં પણ પોતાની મહેનતનું ફળ વિધિ ગુમાવવા માંગતી નહોતી અને આખરે પરિવારને કહીને તે પોતાના સપનાની નોકરી કરવા માટે નીકળી જ પડી,અને જતાં સમયે તેણે પાછળ ફરીને જોયું તો કોઈ જ નહોતું તેને ઓરાવવા માટે.