ધરતીનો ધબકાર થઈને જીવ;
જીવનનો પડકાર થઈને જીવ;
તુફાન ભરેલો છે આ ભવસાગર,
એમાં તું બથવાર થઈને જીવ;
કાંટા પાથરનાર ઘણા મળશે અહીં,
તું કંટક ચુનનાર થઈને જીવ;
બેરંગ બની ગયેલ આ જીંદગીમાં,
તું એક ચિત્રકાર થઈને જીવ;
ભિન્ન ભિન્ન પ્રકારના માણસો વચ્ચે,
પાણી જેમ નિરાકાર થઈને જીવ;