એ મા પર શું વીતી હશે કોઈ એ પૂછ્યું ?
જેનો દીકરો કપાતર ઉછરે....
લોકો તો એજ કહેશે એની મા એ શું શીખવાડ્યું?
એ મા પર શું વીતી હશે કોઈ એ પૂછ્યું?
જેની દીકરી સાસરે દુઃખિયારી હોય.....
લોકો તો એ જ કહેશે , સ્ત્રી ની જાત છે સહન કરવું પડે, પણ એની મા એ શું શીખવાડ્યું?
એ મા પર શું વીતી હશે કોઈ એ પૂછ્યું?
જેનો દીકરો નશામાં ધૂત કોઈ ખરાબ કામ કરે....
લોકો તો એ જ કહેશે, એની મા એ સંસ્કારનો એક છાંટો પણ નાંખ્યો નથી,એની મા એ શું શીખવાડ્યું?
મા તો મા છે,કંઇ મા ને પોતાનો દીકરો કે દીકરી વ્હાલા ના હોય?
નવમાસ ઉદરમાં ભાર ઉંચકી ને ફરે છે,
એને રતીભાર પણ તકલીફ નાં પડે એનું પૂરતું ધ્યાન રાખે છે,
અસહ્ય પીડા વેઠીને જન્મ આપે છે.
શું એને આ બધું સારું લાગતું હશે?
પણ લોકો નું શું છે?
એમને તો તક જોઈએ વાત કરવાની.
વાત અહીં મા તરીકે જીવતી એક સ્ત્રીની છે,
જેને ડગલે ને પગલે પોતાની જાત કરતાં પોતાના બાળકનું જીવન શણગારવું વ્હાલું છે.
કોઈ મા ક્યારેય પોતાના બાળકને ખરાબ નથી બનાવતી. બાળક ખરાબ બને છે તો એની ખરાબ સંગતથી...એના કરેલા વાસી કર્મથી- જેનું ફળ વર્તમાન સમયમાં ચાખવું જ રહ્યું...
મા તો મા છે.
"એની મા એ શું શીખવાડ્યું?" - આ ભયાનક વાક્ય આજે પણ દરેકના કાને અથડાતું જ હશે.
-@nugami.