વર્લ્ડ પોસ્ટ દિવસ
"પોસ્ટમેન"
આજના મોબાઈલ ના જમાનામાં, પત્ર ના લાગણી વાળા; વેહવાર ગયા છુટી, પોસ્ટમેનના ટપાલ ના વેહવારમાં હતી લાગણી છુટી !
પરમ પુજ્ય થી લખાતી ટપાલ, આજે "Hi" ની Mobile ની ભાષા બની,
પોસ્ટમેન જોડે; વ્યક્તિ લાગણી ની સાથે પોતાનું દર્દ વેચતો !
હવે લાગણી ના તાણા વાણા વ્યક્તિ દર્દ સાથે ખુદ ને કેહતો થયો ;
એક શબ્દો સાથે શરૂ થતું વાક્ય આજનું, એ ગઇકાલ નું શબ્દો નું ભંડાર હતું,
આજનો પોસ્ટમેન આવતીકાલ માં ખોવાય ગયો, આ મોબાઇલ ના યુગ માં,
હવે મામા મામી ને માસા માસી ના વંદનના યુગ ગયા ખોવાય, હવે Gf ને Bro ના યુગ આવ્યા દોડી, મોબાઇલ ની આ દુનિયામાં ટપાલ ગઈ ખોવાય;
પોસ્ટમેન કાકા હવે નથી જોવા મળતા ગોતી, એક બાજુ ખુણા માં તે પણ કાકી જોડે મોબાઇલમા કરતા હોય "સ્વયમભુ" ગોષ્ઠી!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"