ઘેરઘેર કાગળને પહોંચાડે પોસ્ટમેન.
નામ લઈ મોટેથી બોલાવે પોસ્ટમેન.
હોય પત્ર, પાર્સલ કે મનીઓર્ડર વળી,
સહી કરાવીને પછી અપાવે પોસ્ટમેન.
નામ જૂનું હલકારો જાણીતું છે આજે,
કદી ઘર પૂછતો પૂછતો આવે પોસ્ટમેન.
હોય સમાચાર આનંદ, શોક કે મિલનના,
ક્યારેક કેટલી રાહ જોવડાવે પોસ્ટમેન.
સૌને ઓળખે નામને ચહેરા થકી સહજ,
સોશિયલ મિડીઆ એને ટાળે પોસ્ટમેન.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#પોસ્ટમેન