"થોડી અસર થવા લાગી છે"
ઘણી નહીં પણ થોડી થોડી અસર થવા લાગી છે
ઘણી નહીં પણ થોડી થોડી કદર થવા લાગી છે
કોણ માંગે છે! વહાલનો દરીયો! આટલું જ બહું
ઘણી નહીં પણ થોડી થોડી સફળ થવા લાગી છે
એક પળ છાયો ઘડીભર તડકા છે મારા જીવનમાં
ઘણી નહીં પણ થોડી થોડી સફર થવા લાગી છે
પ્રેમ નથી કે નથી નફરત આ સંબધનું નામેય નથી
ઘણી નહીં પણ થોડી થોડી મિઠાસ થવા લાગી છે
લોકોને સાબિતી આપવાની જરૂર નથી હે! માહિ
ઘણી નહીં પણ થોડી થોડી અસર થવા લાગી છે
-પવાર મહેન્દ્ર
-Pawar Mahendra