તારી અમી નજરને અમે ચૂકી ગયાં.
તારી સારી અસરને અમે ચૂકી ગયાં.
તેં તો પાથરી હતી મમતાની ચાદર,
પણ એ જ ખબરને અમે ચૂકી ગયાં.
તેં તો આપ્યું અઢળક મન આપીને,
કરવાની એની કદરને અમે ચૂકી ગયાં.
આપ્યો અવસર પ્રભુ માનવ બનાવી,
માયાગ્રસ્ત થૈ આખરને અમે ચૂકી ગયાં.
હતું વળગણ એનું રોમેરોમે વ્યાપ્તને,
ના રહી પછી સબરને અમે ચૂકી ગયાં.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.