Gujarati Quote in Questions by Tr Mrs Snehal Rajan Jani

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

‌કેટલું બધું સ્વચાલિત છે આ દુનિયામાં. મશીન, રોબોટ, કાર, કમ્પ્યૂટર, ટીવી, ......યાદી ઘણી લાંબી છે. આ બધું બનાવ્યું કોણે? એક માનવીએ જ ને? તો પછી કેમ એનાં મન પર એનો કાબુ નથી? શા માટે બીજાનું દોરવાયું દોરવાઈ જાય છે? શા માટે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બીજા કહે તેમ કરે છે? શા માટે પોતાની આંતરિક શક્તિઓ અને પોતાનામાં છુપાયેલ કૌશલ્યને એ ઓળખી શકતો નથી? શું એ પોતાનાં મનને સ્વચાલિત નથી બનાવી શકે એમ? શું માનવી માત્ર સ્વચાલિત સાધનો જ બનાવી શકે છે? એ પણ માત્ર ભૌતિક સુખ સગવડ ભોગવવા? શું સ્વચાલિત મન રાખીને પોતે નિજાનંદમાં મસ્ત ન રહી શકે? પોતાને ગમે તે કરવું, પોતે જે યોગ્ય લાગે એ જ સમજવું, કોઈ શું કરે છે એની પરવા ન કરવી, આ બધું પણ થવું જોઈએ ને?
#સ્વચાલિત

Gujarati Questions by Tr Mrs Snehal Rajan Jani : 111580093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now