દિકરી..
શુ કહું એ પાત્ર વિશે..
જેના ઘર માં હોવાથી ઘર ખીલે ઉઠે એ છે દિકરી..
પપ્પા ની પરી તો માં ની દુલારી છે દિકરી..
જે હંમેશા મર્યાદા નું ઓઢણુ ઓઢે એ છે દિકરી..
ને આખી જિંદગી કોઈ બીજા માટે જીવે એ છે દિકરી..
બીજા ને ખુશ કરવા હંમેશા પોતાની જાત ને મનાવે એ છે દિકરી
સમાજ ના નિયમો અને વાતો વચ્ચે હંમેશા પીસાતી રહે એ છે દિકરી
દુનિયા હજી પણ સમજે છે કે સાપ નો ભારો છે દિકરી..
પણ ખરેખર માનો તો તુલસી નો ક્યારો છે દિકરી..
- શ્યામ 🍁