હમણાં જ તો પહેલું જન્મ દિવસ ઊજવ્યું હતું ...
ક્યારે તું આટલી મોટી થઈ ગઈ ,ખબર જ ના પડી !?
કાલી ઘેલી ભાષા માં બોલતી તું...
ક્યારે સ્પષ્ટ વક્તા બની ગઈ , ખબર જ ના પડી !?
કંટાળો કરતી પોતે ભણવાનો ...
ક્યારે ભાઈ ને ભણાવતી થઈ ગઈ , ખબર જ ના પડી !?
વોટરબોટલ ગળે વળગાડી બાલવાડી માં જતી ...
ક્યારે કોલેજ માં આવી ગઈ , ખબર જ ના પડી !?
ડ્રોઈંગબુક માં ચિત્રો કરતી -રંગો પૂરતી ...
ક્યારે હેયર કલર કરતા થઈ ગઈ , ખબર જ ના પડી !?
હજી તો ઘણી આકાંક્ષા ઓ હતી મારી તને રમાડવાની અધૂરી રહી ગઈ ....
ક્યારે તું આટલી મોટી થઈ ગઈ ,ખબર જ ના પડી !?
‘હેત’